તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ છતાં પડતા ભૂવા વિશે તાંત્રિક લેખ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રસાદઅને તેને કારણે પડતા ભૂવા વચ્ચે વર્ષાઋતુમાં તીવ્રતાથી યાદ આવી જતાં ભજીયા અને ચટણી જેવો ગાઢ સંબંધ છે.જાણે પહેલેથી પડવા માટે આતુર હોય તેમ વરસાદ થતાં દૂધિયા દાંતની જેમ એક પછી એક ભૂવા પડવા માંડે છે. પણ દરેક ભૂવા સાવ માટીપગા નથી હોતા. કેટલાક ભૂવા પોતાના લલાટ પર લખેલા વિધિના લેખને પલટાવીને કુદરતી વ્યવસ્થા (વરસાદ) તથા માનવસર્જીત વ્યવસ્થા (સુધરાઇ)ને પડકાર ફેંકે છે. સુધરાઇમાં એક આખો વર્ગ એવો હોય છે જેનું કુટુંબ ભૂવાને કારણે આનંદ-કિલ્લોલ કરી શકતું હોય છે. પરંતુ જીદ્દી ભૂવા તેમની બ્રેડ પરનું માખણ તથા તેમના ઘરની હવામાંનું વાતાકુલન છીનવી લે છે. આવાં કુટુંબોની હાય લાગવા છતાં ભૂવા પૂર્વજન્મના કયા પુણ્યને લીધે પડવામાંથી બચી જતા હશે?

જે રીતે કથાકારોનો જન્મ લોકોને ધાર્મિક મનોરંજન આપવાને અર્થે થતો હોય છે, તે રીતે ભૂવાનો જન્મ પડવા માટે થતો હોય છે. કથાકાર પોતાના ધ્યેયમાંથી ચલિત થતો નથી;પણ કેટલાક ભૂવા પોતાના પેઢીગત સંસ્કારો તથા પરંપરા ભૂલી જાય છે. પોતાની ઉપરથી ખાલીખમ પણ ભારેખમ એવી સીટીબસો કે પછી ઠાંસોઠાંસ ભરેલી શટલ રિક્ષાઓ પસાર થવા છતાં આવા ભૂવા ટસના મસ નથી થતા.

આખીરાત વરસાદ પડવાથી સવારે ભૂવામાં ગરકાવ થવામાંથી બચવા માટે ઘરેથી સજ્જ થઇને કામે જવા નીકળતો શહેરીજન ભૂવો પડેલો જોતાં આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. ભૂવાને જોતાં ગદગદિત થયેલો તે કોઇ ના જુએ તેમ ખમીસની બાંય વડે પોતાની આંખનો ખૂણો લૂછી લે છે. દર વર્ષે અમૂક ઠેકાણે અચૂકપણે ભૂવો પડતો હોવાથી ઓબી વાન તથા કેમેરાપર્સન સાથે પહોંચી ગયેલો ન્યુઝ ચેનલનો પત્રકાર ભૂવાને જોતાં ‘સવાર-સવારમાં ધક્કો પડ્યા’નો બબડાટ કરતો સ્ટુડિઓમાં પરત ફરે છે.

ભૂવો પડવાનો સૌથી વધુ જશ કોઇ ખાટી જતો હોય તો તે સુધરાઇનો પ્રી-મોનસુન પ્લાનીંગ કરતો વિભાગ છે.પરીક્ષામાં કોરું પેપર મૂકીને આવેલો વિદ્યાર્થી બૉર્ડ કે યુનિવર્સિટીના છબરડાને કારણે પાસ થઇ જતાં કેવા વિસ્મયના ભાવ સાથે લોકોનાં અભિનંદન સ્વીકારે છે! એવા ભાવ સાથે પ્રી-મોન્સુન પ્લાનીંગ વિભાગ લોકોની શાબાશી ઝીલે છે.

ભૂવા તરીકે પેદા થવા છતાં ધરાર પડીને ભૂવો ઘણા લોકોને પ્રેરણા આપી શકે છે. રાજકારણી દેશની ચિંતા કરીને,સરકારી કર્મચારી ફરજમાં આવતું કામ કરીને,બેંક કર્મચારી હડતાલ પર ઉતરીને પડેલા ભૂવાને યથોચિત અંજલિ આપી શકે. આમાંથી એકેય કેટેગરીમાં ના આવતા લોકોએ યાદ રાખવું કે પડેલા ભૂવા છાપાંમાં સ્થાન પામે છે. }kirranjoshi@outlook.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો