લીંબડી કોર્ટે પક્ષીનો શિકાર કરનારના જામીન નામંજૂર કર્યા

લીંબડી તાલુકાના નળ સરોવરના બેનડી થી પાનવડબેટ પક્ષી અભયારણ્ય વિસ્તાર માં ગત 6 સપ્ટેમ્બરે ફોરેસ્ટ વિભાગની ટીમે 27...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Viramgam - લીંબડી કોર્ટે પક્ષીનો શિકાર કરનારના જામીન નામંજૂર કર્યા
લીંબડી તાલુકાના નળ સરોવરના બેનડી થી પાનવડબેટ પક્ષી અભયારણ્ય વિસ્તાર માં ગત 6 સપ્ટેમ્બરે ફોરેસ્ટ વિભાગની ટીમે 27 અલગ અલગ જાતીના પક્ષીનો બેરહેમીથી શિકાર કરી 13 પક્ષીઓની પાંખો અને પગમાં ફ્રેકચર કરનાર શિકારી ઓધાભાઈ હકાભાઈ પઢાર રહે. શાહપુર તા. વિરમગામવાળાને ત્રણ મોટરસાયકલ સાથે ઝડપી પાડયો હતો. પણ તેના ચાર સાથીદારો તક જોઈ ભાગી છૂટયા હતા. શિકારી ઓધાભાઈ પઢારે લીંબડી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સરકારી વકીલ મિનેષ દવેએ કોર્ટમાં દલીલો કરતા જણાવ્યુ કે ગત મહિને પણ આરોપીના નજીકના ગામ ધરજીનાથી શિકારીઓ પકડાયા હતા.

X
Viramgam - લીંબડી કોર્ટે પક્ષીનો શિકાર કરનારના જામીન નામંજૂર કર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App