તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજેતરમાં તારીખ 26 જૂન ના રોજ વિરમગામ નગરપાલીકા સામાન્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં તારીખ 26 જૂન ના રોજ વિરમગામ નગરપાલીકા સામાન્ય સભાનું આયોજન પ્રમુખસ્થાનેથી કરવામાં આવ્યુ હતુ જેમાં એજન્ડાના 3 કામ તથા કોંગ્રેસના સભ્યો દ્વારા ગુજરાત અધિનિયમ 1963 કલમ ની કલમ 51/8 મુજબ દરખાસ્ત બોર્ડ ચાલુ થાય તે પહેલા આપી હતી ત્યારે ચીફ ઓફિસરની સૂચનાથી પ્રમુખ સહિત ભાજપના 13 સભ્યો ચાલુ બોર્ડમાં ઊભા થઈ જતા રહેલ અને કોંગ્રેસની દરખાસ્ત નો કોઈ જવાબ આપેલ નહીં તે મુજબ લેખિત નિવેદન નગરપાલિકા કાઉન્સિલર સૈયદ જિલાનીબાપુ દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને લેખિતમાં આપી ઉપવાસ પર ઉતરવા મંજુરી માંગી હતી.

આ પ્રશ્ને નગરપાલીકા ચીફ ઓફીસર લેખિતમાં જવાબ આપે તેવી માગણી સાથે અચોક્કસ મુદતના પ્રતિક ધરણા નગરપાલિકા ભવન ખાતે તારીખ 29જુન ને શુક્રવારથી યોજવામાં આવશે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...