તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • ગુજરાત રાજ્યમાં દિકરાઓ સામે દિકરીઓના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો

ગુજરાત રાજ્યમાં દિકરાઓ સામે દિકરીઓના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં દિકરાઓ સામે દિકરીઓના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામમાં ફાઇનાન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હાર્દીક અમિનના પત્નિ કિરણ અમીન (તેઓ અમદાવાદ પીએનડીટી વિભાગમાં ફરજ બજાવે છે)ના શ્રીમંત સંસ્કાર વિધીના પ્રસંગમાં બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. શ્રીમંત સંસ્કારની કંકોત્રીમાં બેટી બચાવો બેટી પઢાવોનો લોગો મુકવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં આવેલ તમામ દિકરીઓને બેટી બચાવો બેટી પઢાવોના લોગો વાળી ગીફ્ટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવોના સંદેશાઓ આપતા અનેક બેનર્સ લગાવવામાં આવ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામમાં ફાઇનાન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હાર્દીક અમિને જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયે વધતી જતી પુત્ર ઘેલશાના કારણે બાળકીઓની અવગણના કરીને ભૃણમાં જ નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે. તેથી લોકોમાં દિકરીઓ પ્રત્યે સકારાત્મક વિચારો કેળવાય તથા દિકરીઓને પણ દિકરા સમોવડી ગણીને સન્માન આપવામાં આવે તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવી શકાય તેવા હેતુથી શ્રીમંત સંસ્કાર વિધીના પ્રસંગે બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સામાજીક પ્રસંગે આવેલા તમામ મહેમાનો સુધી બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ પહોચાડવા માટે સીમંત સંસ્કારની કંકોત્રીમાં બેટી બચાવો બેટી પઢાવોનો લોગો મુક્યો અને કાર્યક્રમમાં આવેલ તમામ દિકરીઓને બેટી બચાવો બેટી પઢાવોના લોગો વાળી ગીફ્ટ આપવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપતા વિવિધ આકર્ષક બેનર્સ મહેમાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...