તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ભવન ખાતે પ્રતીક ધરણાં યોજાયા

વિરમગામ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ભવન ખાતે પ્રતીક ધરણાં યોજાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ બાબતે તથા નગરપાલિકા શાસક પક્ષ તરફથી વિરોધ પક્ષ સાથે મનમાની,ચીફ ઓફિસરનું મનસ્વી વર્તન જેવા આક્ષેપો સાથે વિરમગામ કોંગ્રેસ દ્વારા બે દિવસ નગરપાલિકા ભવન ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.

વિરમગામ પાલિકાની સામાન્ય સભા 26 જૂનના રોજ મળી હતી. જેમાં એજન્ડાના ત્રણ કામો નક્કી થયા હતા. પ્રમુખસ્થાનેથી ત્રણ કામો મંજૂર કરી મીટીંગ અધૂરી બંધ કરી હતી. તે કામો કઈ ગ્રાંટમાં કેટલી રકમ નક્કી કરેલ છે. તેના ઠરાવની નકલ, ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કલમ 1 51 8 મુજબ આપેલી દરખાસ્ત દફતરે કરી તે બાબતનો લેખિત ખુલાસો, નગરપાલિકાની આગામી સામાન્ય સભામાં મામલતદાર પ્રાંત જેવા અધિકારીની હાજરી, શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરના કામ બાબત, શહેરમાં ફેલાતી ગંદકી, દરેક બાબતમાં ચીફ ઓફિસરની મનમાની બાબતે 15 જેટલા પ્રશ્નોના નિકાલ માટે તારીખ 29 અને 30 જૂન બે દિવસ વિરમગામ શહેર કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના કાઉન્સિલરો પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. જેમાં તારીખ 29 જૂને કોંગ્રેસના ધારાસભ્યો લાખાભાઈ ભરવાડ પ્રતિક ધરણામાં જોડાયા હતા.

વિરમગામ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો લાખાભાઈ ભરવાડે પ્રતીક ધરણા કાર્યક્રમ જણાવ્યું હતું કે વિરમગામ નો વિકાસ ભાજપ કરવા માગતો નથી. નગરપાલિકાની જનરલ મીટીંગમાં પ્રમુખ અને ચીફ ઓફિસર નું વર્તન જોખમી ભરેલું હતું. વિરમગામ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે કામો મંજુર ન થાય અને શાસક પક્ષ બદનામ થાય તેવુ વાતાવરણ ઉભુ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...