સાયલાના TDOને માહિતી ન આપવા બદલ રૂ.10 હજારનો દંડ
સાયલાના રાતડકી ગામે કોઝવેના કામની ગેરરીતીની તપાસ બાબતે સિનયર સીટીજને આ બાબતે સરકારી કાર્યવાહી બાબતે મહિતી અધિકાર હેઠળ માંગણી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી માહિતી માટે તળીયા ગસતા અરજદારને કોઇ માહિતી ન મળતા અંતે માહિતી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. અને મહિતી કમિશ્નરે કસુરવાર સાયલાના તાલુકા વિકાસ અધિકારીને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
સાયલાના રાતડકી ગામે કોઝવેની ગેરરીતી થઇ હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી. આ કોઝવેની કમ્પલીન સર્ટી, અને બીલ કયારે ચુકવવામાં આવ્યા હોવાની રજૂઆત સાથે સાયલાના એચ.એલ.દવેએ જાહેર માહિતી અધિકાર નીચે તા.17 ઓક્ટોબર 16ના રોજ માહિતી માંગી હતી. આયોગ દ્વારા પણ માહિતી આપવા સુચનો કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન સાયલાના તાલુકા વિકાસ અધિકારી પંકજભાઇ.પી. શેટ્ટી અને માહીતી અધિકારી સાયલાએ માહીતી અપાઇ ન હતી.