Home » Madhya Gujarat » Ahmedabad District » Viramgam » Viramgam - વિમરગામમાં ગેરકાયદે બાંધકામ કરનાર પાલિકાના બે સદસ્ય સામે પગલા લેવાશે

વિમરગામમાં ગેરકાયદે બાંધકામ કરનાર પાલિકાના બે સદસ્ય સામે પગલા લેવાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:12 AM

વિરમગામ : વિરમગામના નાગરિક વિનોદચંદ્ર રાવલ દ્વારા વોર્ડ નં. 7 આરાધના કોમ્પલેક્ષ સામે બાંધવામાં આવેલ ગેરકાયદે...

  • Viramgam - વિમરગામમાં ગેરકાયદે બાંધકામ કરનાર પાલિકાના બે સદસ્ય સામે પગલા લેવાશે
    વિરમગામ : વિરમગામના નાગરિક વિનોદચંદ્ર રાવલ દ્વારા વોર્ડ નં. 7 આરાધના કોમ્પલેક્ષ સામે બાંધવામાં આવેલ ગેરકાયદે કોમ્પ્લેક્સ બાબતે 12 સપ્ટેમ્બરે ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. કોમ્પ્લેક્સમાં પાર્કિંગ, ફાયર, શૌચાલય જેવી સુવિધા ઊભી કર્યા વગર નગરપાલિકાના કાઉન્સિલર બિમલ પટેલ અને આફતાબ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામ કરવા બાબત આવેદનપત્ર આપી 10 દિવસમાં જવાબી કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી

    જે બાબત નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા અરજકર્તાને લેખિત અરજી સંબંધે જવાબી કાર્યવાહીમાં કલમ 37 હેઠળ બંને સદસ્યોને સભ્યપદેથી દૂર કરવા સહિત કરેલ ગેરકાયદે બાંધકામ બાબતે કાર્યવાહી આગામી સામાન્ય સભામાં પ્રશ્ન લેવાની ખાતરી આપી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ