વિરમગામમાં જૈન તપસ્વીઓના તપ વધામણાંનો કાર્યક્રમ યોજાયો

તપસ્વી દ્વારા જપ, તપ, પૂજા અને અર્ચના કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:12 AM
Viramgam - વિરમગામમાં જૈન તપસ્વીઓના તપ વધામણાંનો કાર્યક્રમ યોજાયો
વિરમગામ જૈન સંઘના આંગણે પર્યુષણ પર્વ દરમ્યાન સાધ્વીજી હર્ષપ્રભાશ્રીજી મ.સા.ની નિશ્રાના તપસ્વી દ્વારા જપ તપ પૂજા અર્ચના કરવામાં આવેલ હતી ત્યારે વિરમગામ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે શાલીભદ્ર આરાધના ભવનમાં શનિવારે તપસ્વીના તપ વધામણાંનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

કલીકુંડ તીર્થંકર આચાર્ય રાજેન્દ્રસુરીશ્વરજી મ.સા. આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મ.સા. સાધ્વીજી હર્ષપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણા આશીર્વાદથી વીરચંદ પરસોત્તમ ગાંધી પરિવારના કુમારી આંગી સિદ્ધતપ કુમારી પૂજા અઠ્ઠાઈ તપ રંજનબેન 45 આગમતપ કુમારી પ્રાચી અઠ્ઠાઈ તપ નાની વયના બાળક બલિકાઓ ઉગ્ર તપશ્ચર્યા કરેલ તેની અનુમોદના અર્થે આ તપ વધામણાનો કાર્યક્રમ રખાયો હતો.જેમાં સંગીતકાર અંકુર એન્ડ પાર્ટીએ ભક્તિ દ્વારા રસબોળ કરી દીધા હતા.

X
Viramgam - વિરમગામમાં જૈન તપસ્વીઓના તપ વધામણાંનો કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App