તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એય તું બંધ થા: તેજશ્રીબેન હું પટેલની દીકરી છું: વસુબેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને ધારાસભ્ય વચ્ચે ગૃહમાં શાબ્દિક ટપાટપી

રાજ્યવિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલે પાટીદાર આંદોલનનો મુદ્દો છેડતાં ભાજપના મંત્રી પ્રદીપસિંહે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતાં તેમની સાથે મંત્રી વસુબહેન ત્રિવેદી પણ ઊભા થયા હતા. જોઈને તેજશ્રીબહેન તાડુક્યાં હતાં કે, ‘એય... તંુ બંધ થઈ જા.’ તેમના આવા શબ્દો સાંભળી વસુબેન પણ ઊકળ્યાં અને ધારાસભ્યને બેસાડવાની માગણી અધ્યક્ષ સમક્ષ કરીને ‘હું પણ પટેલની દીકરી છું’ તેવો લલકાર ફેંકતા પાટીદાર મુદ્દે ગૃહનું વાતવરણ ગરમાયું હતું.

રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ બાબતે ગૃહમાં સંબોધન કરતા કોંગ્રેસનાં વિરમગામનાં ધારાસભ્ય તેજશ્રી પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર, બ્રાહ્મણો, વણિક જેવી ઊજળિયાત કોમને અનામત મેળવવા આંદોલન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તેમણે પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કરતા કાયદાપ્રધાન પ્રદીપસિંહ વાઘેલા ઊભા થયા હતા અને તેમણે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો. તેમની સાથે શિક્ષણ રાજ્યપ્રધાન વસુબહેન ત્રિવેદી પણ એકદમ ઊભાં થતાં તેજશ્રીબહેન તાડુક્યાં હતાં. તેમણે વસુબહેનને સંબોધીને કહ્યું હતું કે, ‘એય... તું બેસી જા.’ તેમના આવા શબ્દો સાંભળીને ગૃહમાં વધારે ઊહાપોહ થયો હતો અને કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યોએ એકબીજા સામે હોહા શરૂ કરી દીધું હતું. અધ્યક્ષે પોઇન્ટ ઓફ ઓર્ડર પછી તેજશ્રીબહેનને પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કરવાની તાકીદ કરી હતી, પણ તેમણે આંદોલન બાબતે બોલવાનું શરૂ રાખતા ફરી વસુબહેન ઊભાં થયાં હતાં, વખતે તેમણે કહ્યું હતું કે, ‘હું પણ પટેલની દીકરી છું.’ તેમની સાથે ભાજપના મહિલા ધારાસભ્યો પણ ઊભાં થઈ ગયાં હતાં અને તેજશ્રીબહેન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમને બોલવા દેવાની માગણી કરી હતી. એક તબક્કે ગૃહનું વાતાવરણ ઉશ્કેરાહટભર્યું થઈ ગયું હતંુ, પણ અધ્યક્ષે તેજશ્રીબહેનને સંબોધન ચાલુ રાખવાની મંજૂરી આપતા તેમણેે કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવતાં તત્ત્વો સામે દેશદ્રોહનો ગુનો નહીં અને ગુજરાતના યુવાનો પર કેમ ?ω તેવો વેધક પ્રશ્ન ઊભો કર્યો હતો. આમ છતાં ભાજપના ધારાસભ્યોએ ઊહાપોહ ચાલુ રાખતાં તેજશ્રીબહેને કહ્યું કે ‘ચાલો, હવે તમારા સાક્ષી મહારાજની વાત કરું.’ સાક્ષી મહારાજની વાતમાં પણ તેમણે ગાંધીજીની હત્યા કરનારા ગોડસેની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

સરકાર કરતાં તો ઠાકોર સેનાએ વધુ દારૂ પકડ્યો

તેજશ્રીબેને એસસી, એસસીની વાત કરતા કહ્યું હતું કે, ઠાકોર સેનાએ રેડ પાડીને 254 કરોડ લિટર દારૂ પકડાવ્યો છે, પણ ગુજરાત સરકારે પાંચ વર્ષમાં 43 લાખ લિટર દારૂ પકડયો છે. આમ સરકારને દારૂ દેખાતો નથી, પણ ઠાકોર સેનાએ સરકાર કરતા વધારે દારૂ ઝડપાયો છે.

અન્ય સમાચારો પણ છે...