તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારું ઘર ને પડોશીની ચાવી : જંગની એંધાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીઓથીઆપણા સમાજમાં ચાલતી આવેલી વાટકી વ્યવહાર પરંપરાની સહોદર કહી શકાય તેવી અન્ય એક પરંપરા છેલ્લા થોડા દાયકાઓથી અસ્તિત્વમાં આવી છે-બહાર જતી વખતે પડોશીને ત્યાં ચાવી સોંપી જવાની પરંપરા. દેશમાં જ્યારે રામ મંદિર-બાબરી મસ્જિદની બબાલ નહોતી અને સાચા અર્થમાં રામરાજ્ય હતું, ત્યારે બારણું આડું કરી સાંકળી ચઢાવીને સ્ત્રીઓ શાક-બકાલું ખરીદવા જતી ને સામે ઘેર કહેતી જતી: ‘હું આવું છું. જરા ઘર ભણી જોતાં રહેજો.’ આજકાલ તો સોસાયટીના ઝાંપે આવેલી દુકાનેથી દૂધની કોથળી ખરીદવા જતી ગૃહિણી પણ દરવાજે તાળું મારીને જતી થઇ છે. આવી ‘ઝટ જઇને પટ પાછા આવવાની યોજના’માં પડોશીને ત્યાં કોઇ ચાવી આપીને જતું નથી, પણ ત્રણ-ચાર કલાક માટે બહાર જનાર ગૃહિણી અચૂકપણે પડોશીને ત્યાં ચાવી સોંપીને જશે.

ત્રણ-ચાર કલાક માટે બહાર જતી ગૃહિણી તો તોય ઠીક છે; ત્રણ-ચાર દિવસ માટે સહકુટુંબ જતી ગૃહિણી પણ પડોશીને ત્યાં ચાવીની સોંપણી કરીને જાય છે. તેની પાછળનો તર્ક સમજવો અઘરો છે. હરવાફરવાનાં સ્થળોએ તમારું એક ડિઝાઇનર પર્સ, બે બાળકો તથા ત્રણ થેલા સાચવીને તમે ફરી શકો છો તો ચાવીનો એક ઝૂડો તમને વધારે પડે છે?

પરંતુ ચેષ્ટા અંગે ઊંડું ચિંતન કરતાં સમજાય છે કે પડોશીને ચાવી સોંપી જવા પાછળ ગૃહિણીનો છૂપો આશય પોતે ફરવા જઇ રહ્યા છે તે જણાવવાનો હોય છે. પડોશણ પણ શેરને માથે બશેર હોઇ, તે પણ ચાવી લેતી વખતે જણાવે છે કે, ‘હમણાં જન્માષ્ટમી વખતે અમેય ચાર દિવસ ગોવા જઇ આવ્યા... તમે અમારા વતી સોમનાથનાં દર્શન કરજો.’

જનારા તો સાસણ, સોમનાથ ને દીવના પ્રવાસે ઉપડી જાય છે, પણ જેના ઘરે તેઓ ચાવી સોંપીને જાય છે તેના ઘરે સાંજે અજંપાભર્યું વાતાવરણ આકાર લે છે.

‘કહું છું, બાજુવાળાં સોમનાથ-દીવ બાજુ ફરવા ગયાં છે.’

‘તો તો રાજુભાઇને ફોન કરીને દીવથી બીયર મંગાવવી પડશે.’ પતિ મોજાં કાઢતાં કાઢતાં કૉમેડી કરવાનો પ્રયાસ કરે છે.

‘વેરી ફની. લોકો કેવું મજાનું ફરવા જતા હોય છે! સોમનાથ તો દૂરની વાત છે. તમે કદીય અમને સાયન્સ સિટી સુધી પણ ફરવા લઇ ગયા છો?’

‘હા, મૈં... મગર વો... સુનો તો... તુમને તો... લેકિન મૈં... કબસે ક્યા...’ પતિ ‘દિલ ચાહતા હૈ’ના સૈફ અલીખાનની જેમ તતપપ કરતો શબ્દો શોધતો થઇ જાય છે. પછી કહે છે,

‘ગયા’તા ગામડે ને કહેવું પડ્યું કે ચાર દિવસ ગોવા ફરી આવ્યા.’

}kirranjoshi@outlook.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો