ચુંવાળ પંથકમાં મેઘરાજા કહેરથી માર્ગો બિસ્માર બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળપંથકમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા મેઘાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પંથકના માર્ગો પર પાણી ભરાઇ રહેતા માર્ગો બિસ્માર બન્યા છે. માર્ગો પર અડધા- અડધા ફૂટના ખાડાઓ પડી ગયા છે.

માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ વિગેરે ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિરમગામ- જકસી રામપુરા માર્ગ, વિરમગામ- બેચરાજી માર્ગ, વિરમગામ- દેત્રોજ માર્ગ સહીતના માર્ગો પર ખાડા પડી જવાથી બિસ્માર બન્યા છે. તંત્ર દ્વારા સત્વરે માર્ગોના ખાડા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે વરસાદને લઇ માર્ગોની બંને સાઇડોના બાવળના ઝૂંડ પણ વધી જવા પામ્યા છે. માર્ગોની બંને સાઇડો માંથણી બાવળો દુર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...