વિરમગામ આસોપાલવ સર્કલ પાસેથી 1.27 લાખનો દારૂ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના શ્રમજીવીઓ પાસેથી જથ્થો મળી આવ્યો

વિરમગામરૂરલ પોલીસ હેઠળના આસોપાલવ સર્કલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો પસાર થવા હોવા અંગેની બાતમી રૂરલ પોલીસને મળતા શુક્રવારે રાત્રે 2 કલાકે ફોર્સ તુફાન ગાડી નં. GJ 02 XX 3856 પસાર થતા ગાડી થોભાવી તપાસ કરતા ગાડીમાં દાહોદ વિસ્તારના શ્રમજીવીઓ બેઠા હતા.

જેઓની સાથે કોથળાઓ હતા જેની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ જેની ગણતરી કરતા કિંગ્સ, વ્હિસ્કી 750 ml નંગ 388 કિંમત રૂ. 116400 તથા રોયલ સિલેક્સ ડીલક્સ નંગ 36 કિંમત રૂ. 10800 જે કુલ બોટલો 424 કિંમત રૂ. 127200 તથા ફોર્સ તુફાન ગાડી કિંમત 350000 જપ્ત કરેલ ત્યારે ગાડીમાં સવાર બળવંત છનાભાઈ પસાયા, જયદીપ કાળુભાઇ મોહનીયાને ઝડપી પાડેલ જ્યારે અન્ય બે શખ્સ સરદાર કાંતિભાઈ મોહનીયા તથા દિલીપ બીજલ મેડા સ્થળ ઉપરથી ભાગી છુટવામાં સફળ રહેલ તમામ રહેવાસી તાલુકા ધાનપુર જિલ્લા દાહોદ જે બાબતની ફરિયાદ પો. કો. હિતેષકુમાર જીવાભાઈએ વિરમગામ રૂરલ પોલીસમાં નોંધાવતા કલમ 65 ઈ, 176 બી, 81, 98(2) મુજબ નોંધી ઝડપાયેલા બંને આરોપી તથા ફરાર આરોપી બાબતની વધુ તપાસ એએસઆઇ સદાનંદગીરી ચલાવી રહ્યા છે.

કુલ 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...