• Gujarati News
  • રામપુરા(ભંકોડા) |વિરમગામના ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલની રજૂઆત બાદ નિતીનભાઇ પટેલે (માર્ગ

રામપુરા(ભંકોડા) |વિરમગામના ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલની રજૂઆત બાદ નિતીનભાઇ પટેલે (માર્ગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) |વિરમગામના ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલની રજૂઆત બાદ નિતીનભાઇ પટેલે (માર્ગ મકાન મંત્રી) વિસ્તારના માર્ગો માટે લાખો રૂપિયા મંજુર કર્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના માંડલ તાલુકાના ટ્રેન્ટ - ભોજવા 1 કી.મી. લંબાઇનો મેટલથી ડામર રોડ રૂ.20 લાખ, ઉધરોજ એપ્રોચ રોડ 0.60 લંબાઇ રૂ.12 લાખ, કેશવપુરા (વિઠ્ઠલાપુરનું પરૂ) એપ્રોચ રોડ જોઇનીંગ ટુ રીબડી, સોલગામ, વાસના રોડ, રૂ.36 લાખ. વિરમગામ તાલુકાના કુમરખાણ કઠેચી રોડ જિલ્લાની હદ સુધી 1.4 ની લંબાઇ રૂ.39 લાખ, વિરમગામ રેડક્રોસથી મોટા હરીપુરા 3.40 કી.મી. લંબાઇ માટે રૂ.68 લાખ જયારે દેત્રોજ તાલુકાના બાંન્ટાઇ - રામપુરા રોડ 3.40 કી.મી. લંબાઇ રૂ.68 લાખ મંજુર કર્યા છે.

વિરમગામના માર્ગોની કાયા પલટ થશે