ચુંવાળ પંથકમાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામમાંડલ અને દેગોજ રામપુરા સહિત સમગ્ર પંથકમાં આજથી ચૈત્રી નગરાત્રિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ભક્તિના આરાધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચુંવાળ પંથકના રામપુરા, કાંઝ અને ભંકોડા સહિત ગામોમાં વિવિધ મંડળો દ્વારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યુ છે. નવરાત્રિ મહોત્સવના નવ દિવસ દરમિયાન માતાજીની ભવાઈ, નાટક રાસગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નવરાત્રિના પ્રથમ દિવસે આજે મંગળવનાર રોજ સ્થાનિક મંડળો દ્વારા માતાજી પાલખીમાં બિરાજમાન કરી ઠેર ઠેર માતાજીના ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા માં મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ જોશે. ભાઈ ભક્તો નવરાત્રિની પ્રાપ્તિ માટે નવ દિવસ માતાજીની સ્થાપના કરી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરશે. રામપુરા ભંકોડામાં જોગણી માતાજીનો ચોક, નજીકના કાંઝ અને ભંકોડા સહિત ગામોમાં નવદિવસ દરરોજ રાત્રે રાસગરબા ભવાઈ વેરા અને નાટકી રજૂ થશે. દસમના દિવસે રાવણ વધનો કાર્યક્રમ નિહાળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. નવરાત્રીમાં નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે અને રાત્રી દરમિયાન દરેક દિવસે ગરબા-રાસ અને અર્વાચીન અને પ્રાચીન ગરબાની રમઝટ જામશે.

ચૈત્ર સુદ દસમના રોજ રાવણ વઘનો કાર્યક્રમ

દરરોજ રાત્રે રાસ ગરબા ભવાઈ વેશ સામાજિક અને ઐતિહાસિક નાટકો ભજવાશે

અન્ય સમાચારો પણ છે...