રામપુરા-કોઝ માર્ગ પર રિક્ષા પલટી ખાઇ જતાં ચારને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ ખસેડાયા


રામપુરા-કોઝમાર્ગ પર રિક્ષા પલટી ખાઇ સામે આવતા છકડા સાથ. અથડાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા દેવીપૂજક સમાજના ચારને ઈજા થવા પામી હતી. ખાનગી વાહનમાં પ્રથમ રામપુરાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ લઈ જવાયા હતા.

માંડલના કરસનપુરા ગામે રહેતો દેવીપૂજક પરિવારના 4 સભ્યો રિક્ષા ભાડે કરી દેત્રોજ તરફથી આવી રહ્યા હતા. રામપુરા-કોઝ માર્ગ પર વળાંકમાં રિક્ષા પલટી ખાઈ સામેથી આવતા છકડા સાથે ટકરાતા ચારને નાની મોટી ઈજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...