વિરમગામના સ્મશાનમાં એનિવર્સરીની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવ જીવનનું અંતિમ ધામ એટલે સ્મશાન જેમાં ત્રિવેણી ઉત્સવ ઉજવાયો વૃધાશ્રમ માં રહેતા વડીલો નુ પૂજન, મેરેજ એનીવર્સરી ,બર્થડે પરંતુ મોટાભાગના લોકો સ્મશાનમાં રાત્રે જવાનું ટાળતા હોય છે. વિરમગામ શહેરમાં ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહમાં એક દંપતિએ અનોખી રીતે સફળ લગ્ન જીવનના 26 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી કરી હતી. વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પુજન કરીને દંપતિએ આશિર્વાદ મેળવ્યા હતા અને ઉપસ્થીત મહેમાનોએ સ્મશાનમાં જ કાઠીયાવાડી ભોજનની રંગત માણી હતી. આ ઉપરાંત જીલુભાઇ દેસાઇના પિતાશ્રી સ્વ.સગરામભાઇ દેસાઇને શ્રધ્ધાજલી આપવામાં આવી હતી.

સામાન્ય રીતે લોકો પોતાના લગ્નની વર્ષ ગાંઠની ઉજવણી પરીવાર સાથે હોટલ, મોલ કે મલ્ટીપ્લેક્ષમાં પરીવાર સાથે જઇને કરતા હોય છે પરંતુ વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડી અને સગુણાબહેને લગ્ન જીવનના 26 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામમાં આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહ રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ અને વૃધ્ધાશ્રમમાં એકાંકી જીવન ગાળતા વડીલોનું પુજન કરવામાં આવ્યુ હતુ. દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય વ્યક્તિઓ, સામાજીક આગેવાનો, સરકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામમાં સુરેશભાઇ ચંડી દ્વારા ઘણા વર્ષોથી શાહી સવારી (સબ વાહિની)ની સેવા આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે યુવાનો દ્વારા જન્મ દિવસની મિત્રો કે સંબંધીઓ સાથે હોટલ અથવા ઘરે પાર્ટી રાખીને ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ વિરમગામમાં રહેતા સામાજીક કાર્યકર્તા બીરજુભાઇ ગુપ્તાના પુત્ર વિવેકે શિવ મહેલ સ્મશાનમાં કેક કાપીને જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જન્મ દિવસની ઉજવણીમાં વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલો પણ સહભાગી થયા હતા. શહેરમાં આવેલા શહીદ બાગ, સરદાર બાગ, નક્ષત્રવન સહિતના બાગ-બગીચાઓ ઉજ્જડ સ્મશાનવત બની ગયાં છે ત્યારે સ્મશાનમાં ટાઉન ક્લબ દ્વારા બગીચો બનાવવામાં આવેલ છે

સ્મશાનમાં જમણવાર પણ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...