વિરમગામમાંGRDમાં ફરજ બજાવતા યુવાનની આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે આવેલી બ્રાહ્મણ વાસમાં રહેતા પંકજભાઈ દેવીદાસ શ્રીમાળી (ઉં.વ.34) નામના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. જે બાબત યુવાનના ભાઈ લક્ષ્મણભાઈ શ્રીમાળીએ વિરમગામ ટાઉનમાં આપેલી ફરિયાદ અનુસાર રવિવારે સવારે પંકજભાઈ ભાઈએ પોતાના ભરવાડી દરવાજા પાસે બ્રાહ્મણ વાસના મકાનમાં અગમ્ય કારણોસર પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. જે 2દિવસથી ચિંતામાં જણાતા હતા. જે બાબતે વિરમગામ ગાંધી હોસ્પિટલમાં યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપવામાં આવી હતી. મૃતક પંકજભાઈ શ્રીમાળી વિરમગામ રૂરલમાં જી.આર.ડી તરીકે ફરજ બજાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...