વિરમગામમાં રથયાત્રાને લઈને પોલીસનો સઘન બંદોબસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામમાંઆજ રોજ રામ મહેલ મંદિરથી નિકળનારી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા માટે રથયાત્રા સમિતિ તથા વિરમગામ પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યા. રવિવારે બપોરે 12 કલાકે રામ મહેલ મંદિરથી નીકળતી ભવ્ય રથયાત્રા શહેરના રસ્તા પરથી નીકળી નિજ મંદિરે સાંજે 7 કલાકે પોહચશે. ત્યારે રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર પોલીસ પોઈંટો મુકાયા છે. સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વિરમગામના અગાઉના PI વી. બી. જાડેજા દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર CCTV કેમેરા લગાવવામાં આવેલ છે જેનું મોનીટરીંગ ટાઉન પોલીસમાંથી થાય છે ત્યારે આધુનિક તીસરી આંખથી બાજ નજર રાખવામાં આવશે.

શહેરમાં રથયાત્રાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

રથયાત્રાના રૂટ ઉપર પોલીસની ફ્લેગમાર્ચ

અન્ય સમાચારો પણ છે...