‘આપ’ના ગુજરાતના પ્રભારી વિરમગામના કાર્યકરોને મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપપાર્ટીના ગુજરાતના પ્રભારી અને દિલ્હી વિધાનસભાના સભ્ય ગુલાબસીંગ યાદવ, આપ દિલ્હીના કાર્યકર મનીષભાઇ ગુલીયા, અ.જિ. પ્રભારી જેઠાભાઇ પટેલે ગુરુવારે સવારે 10 કલાકે સરકારી ગેસ્ટ હાઉસમાં વિરમગામ વિસ્તારના 25 જેટલા કાર્યકરો સાથે 1 કલાક ઉપરાંત બંધ બારણે મીટીંગ કરેલ હતી.

ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાતના પ્રભારી ગુલાબસીંગ યાદવે જણાવ્યું હતું કે આપ પાર્ટીનું વિરમગામ વિધાનસભા વિસ્તારમાં મજબુત સંગઠન પ્રગતિમાં છે અને બેથી ત્રણ માસમાં વિરમગામમાં મજબુત સંગઠનની પ્રક્રીયા પૂરી થઇ જશે અને હજારોની સંખ્યામાં આપમાં કાર્યકરો જોડાશે. બેઠકમાં આગામી 16 ઓકટોબરે કેજરીવાલ સુરતના યોગી ચોકમાં સભાને સંબોધશે તેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...