તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ જૈન સંઘના આંગણે મોક્ષમાળા રોપણનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામજૈન સંઘના આંગણે ઉપધાન તપના આરાધકોની મોક્ષમાળા રોપણ મહોત્સવનો પ્રારંભ થયો. ઉપધાન તપની આરાધનાને લઇને જૈન સંઘ અને આરાધકોના પરીવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરમગામની વિરલ વસુંધરા પર જૈન શ્વેતાંબર મૂતિપુજક જૈન સંઘમાં કચ્છ દેશો દ્વારક આચાર્ય કલાપુર્ણ સુરીશ્વર મ.સા.ના શિષ્ય રત્ન કીર્તીરત્ન મ.સા. પંન્યાસ પ્રવર હેમચંદ્ર વિજય મ.સા., સાધ્વી ભવ્ય દર્શિતા શ્રીજી મ.સા. સહીત આદીઠાણાની શુભનિશ્રામાં વિજયા દશમી (દશેરા) થી ઉપધાન તપની આરાધના શરૂ થઇ હતી. ઉપધાન તપની આરાધનામાં 90 આરાધકોએ 47 દિવસની કઠીન તપસ્યા કરી પૂણ્યનું ભાથું બાંધ્યું છે.

ઉપધાન તપની આરાધકોની તપસ્યા પુરી થતા મોક્ષમાળા રોપણ મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે તપસ્વીઓની શોભાયાત્રા નીકળશે. શાંતિનાથ જિનાલયથી 30 બગીઓ, હાથી-ઘોડા, ઉંટગાડીઓ, કલાત્મક ભગવાનના ચાંદીના રથ સાથે શોભાયાત્રા વિરમગામના માર્ગો પરથી પસાર થશે. તા.28 માંડલની એમ.જે. હાઇસ્કુલે મોક્ષમાળાનો પ્રારંભ થશે. એમ વિરમગામ જૈન સંઘના પ્રમુખ સેવંતીલાલ વોરાએ જણાવ્યું છે. ઉપધાન તપના લાભાર્થી માતૃ શારદાબેન અમૃતલાલ ગીરધરલાલ શાહ પરીવારે લીધો છે.

30 બગીઓ, હાથી-ઘોળા અને ઊંટગાડીઓ જોડાશે

સાઘના | આજે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળશે

અન્ય સમાચારો પણ છે...