• Gujarati News
  • વિરમગામ |વિરમગામ શહેરના મુનસર દરવાજા પાસે ઐતિહાસિક રામમહેલ મંદિરના સાકેતવાસી

વિરમગામ |વિરમગામ શહેરના મુનસર દરવાજા પાસે ઐતિહાસિક રામમહેલ મંદિરના સાકેતવાસી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ |વિરમગામ શહેરના મુનસર દરવાજા પાસે ઐતિહાસિક રામમહેલ મંદિરના સાકેતવાસી મહંતશ્રી જગદીશદાસજી મહારાજની 26મી પુણ્યતિથિ શુક્રવારે યોજાઈ હતી. પ્રસંગે વિરમગામના પૂર્વધારાસભ્ય વજુભાઈ ડોડીયાએ મંગલદીપનું પ્રાગટ્ય કર્યું હતું. અને માંડલના નાના ઉભડા ના સુંદરકાંડ મંડળ પરીવાર દ્વારા ભવ્ય સુંદરકાડનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત પ્રસંગે સાધુ સંતો, મહામંડલેશ્વરો દ્વારા ભક્તોને આર્શીવચન પાઠવાયા હતા. બપોરે 11 કલાકે સાકેતવાસી મહંત શ્રી જગદીશદાસજી મહારાજની મંગલ આરતી કરાઇ હતી. પ્રંસગે રામમહેલના હાલના મહામંડલેશ્વર પીઠાધિશ્વર મહંત શ્રી રામકુમાર દાસજી મહારાજ તથા અધીકારી રામદાસજી મહારાજ દ્વારા ગુરૂ ની જગદીશદાસજી મહારાજની આરતી તથા પૂજનવિધિ કરી પુષ્યતીથિ ઉજવણી કરવામાં આવી હતી.

રામમહેલ મંદિરના મહંતની 26મી પુણ્યતિથિ યોજાઇ