• Gujarati News
  • સ્વ.મંજુલાબેન શાહ પરિવાર દ્વારા સ્કૂલોમાં બટુક ભોજન

સ્વ.મંજુલાબેન શાહ પરિવાર દ્વારા સ્કૂલોમાં બટુક ભોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વ.મંજુલાબેન શાહ પરિવાર દ્વારા સ્કૂલોમાં બટુક ભોજન

રામપુરા(ભંકોડા)| સ્વ.મંજુલાબેન શાહ પરિવાર દ્વારા શાળાઓમાં બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. રામપુરા(ભંકોડા)ના વતની હાલ મુંબઇ સ્થિત ચીનુભાઇ હિંમતલાલના ધર્મપત્ની મંજુલાબેન શાહનું ટુંકી માંદગીમાં મુંબઇમાં નિધન થયું હતું. શાહ પરિવારે મુંબઇ, સુરેન્દ્રનગર, માંડલ, વિરમગામ, પાલીતાણા સહીત શૈક્ષણીક, આરોગ્ય અને સામાજીક, ધાર્મિક સંસ્થાઓમાં મોટું આર્થિક યોગદાન આપ્યું છે. સ્વ.મંજુલાબેનના નિધન નિમિતે ચીનુભાઇ હિંમતલાલ શાહ પરિવાર દ્વારા રામપુરા, કાનપુરા, લક્ષ્મીપુરા, વાસણા અને કાત્રોડી ગામોની શાળાઓમાં બટુક ભોજન આપવામાં આવ્યું હતું.