• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામના વોર્ડ નં.6 માં ઉભરાતી ગટરોથી રહીશોનું આરોગ્ય જોખમાયું

વિરમગામના વોર્ડ નં.6 માં ઉભરાતી ગટરોથી રહીશોનું આરોગ્ય જોખમાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરના વોર્ડ નં.6 માં ઉભરાતી ભુગર્ભ ગટરના ગંદા પાણીથી રહીશોનું આરોગ્ય જોખમાયું છે. ન.પા.ના જવાબદાર અધિકારી સહીત લાગતા વળગતાને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. છતાં ન.પા. તંત્ર દ્વારા કોઇ નકકર કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે વોર્ડ નં.6 ના રહીશોમાં રોષ ફેલાયો છે.

વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની સમસ્યાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જાહેર માર્ગ સહીત રહેણાક વિસ્તારોમંા ગટરના ગંદા પાણી ફરી વળતા લોકોનું આરોગ્ય જોખમાયું છે. ત્યારે સત્વરે ન.પા. તંત્ર દ્વારા શહેરમાં ઉભરાતી ગંદા પાણીની ગટરની સમસ્યાઓનો કાયમી હલ થાય તેવી ઉગ્ર માંગ રહીશોની ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...