તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંવાળ પંથકમાં પર્યુષણ પર્વની પુર્ણાહુતિ થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિરમગામ,માંડલ, દેત્રોજ, રામપુરા ભંકોડા, કટોસણ સહીત જૈન સંઘોમાં પર્યુષણ પર્વની પુર્ણાહુતિ સંવત્સરીના રોજ કરવામાં આવી હતી. જૈન ભાઇબહેનોએ સંવત્સરીની ઉજવણી થયેલી ભુલોની માફી માગીને મિચ્છામી દુકડમ પાઠવ્યા હતી. સંવત્સરીની મહાઆરતી શાહ દિનેશકુમાર પરીવાર દ્વારા કરવામાં આવી હતી.

પર્યુષણ પર્વે જીનાલયોમાં ભગવાનને વિવિધ અંગરચના સાથે સેવા, પુજા વ્યાખ્યાન વિગેરે કાર્યક્રમો યોજાયા હતા. રામપુરા જૈનવાડીમાં પર્યુષણ પર્વ નિમિત્તે શાહ બીપીનચંદ્ર છોટાલાલ (પનાર વાળા) પરીવાર દ્વારા બુધવારના રોજ સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય (જમણવાર) યોજવામાં આવ્યો હતો. જેને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રામપુરા જૈન સંઘમાં જીતુભાઇ મહેતા- પ્રમુખ, ડી.કે. શાહ -ઉપપ્રમુખ, પ્રકાશભાઇ શાહ સહીત જૈન ભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો