તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ જન સ્થિરતા ઉજવણી, ઓગણગામમાં રેલી યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામતાલુકા હેલ્થ ઓફીસ દ્વારા વિશ્વ જન સ્થિરતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત કુમરખાણ-ઓગણગામ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરુ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટીસંખ્યામાં સર્ગભા માતાઓ, ધાત્રી માતાઓ સહીતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રેલી તથા શિબિરને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. વિરલ વાઘેલા, તા. આઇઇસી ઓફીસર એસ.એલ. ભગોરા, મે.ઓફીસર ડો. સુકેતુ બ્રહ્મભટ્ટ, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, વાલજીભાઇ સાપરા, નરેશ રાઠવા સહીત આશાબહેનોએ જહેમત ઉઠાવી હતી.

વિશ્વ જન સ્થિરતા પખવાડીયા અંતર્ગત રેલીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મે.ઓફીસર ડો. સુકેતુ બ્રહ્મભટ્ટ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હાથમાં બેનર સાથે સુત્રોચાર બોલતા ગામના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરુ શિબિર યોજવામાં આવી હતી.

પ્રસંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો. વિરલ વાઘેલાએ વિશ્વ વસ્તી દિન માટે સુત્ર “જવાબદારી નિભાવો, પ્લાન બનાવો” વિશે જાણકારી આપી હતી અને કુટુંબ કલ્યાણની તમામ યોજનાઓની જાણકારી ઘર-ઘર સુધી પહોંચે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો