તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપડની થેલી: સસ્તા ભાવમાં સંસારની સફર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિયનબૉનાપાર્ટે ભલે કહ્યું હોય કે દુનિયામાં કશું અશક્ય નથી, પણ બજારમાંથી અઢી કિલો બટાટા બે હથેળીમાં સમેટીને લાવવા કોઇના બસની વાત નથી. કામ માટે થેલીની જરૂર પડે છે. આજે ઘરની બહાર નીકળતા પહેલાં માણસ અચૂકપણે પોતાનો મોબાઇલ ફોન તથા પાકિટ લઇને નીકળે છે, તે રીતે એક જમાનામાં કક્ષાની અનિવાર્યતા કાપડની થેલીની ગણાતી. કાપડની થેલી લીધા વિના હાથ હલાવતાં બજારમાં નીકળવું અસભ્યતાની નિશાની ગણાતી.

થેલી અંગેનું સૌથી આકર્ષક પાસું છે તેની સરળ બનાવટ. થેલી જેટલી સાદી યાંત્રિક બનાવટ આપણે બીજે ક્યાંય જોવા નથી પામતા.પણ ઉપયોગિતાની દૃષ્ટિએ થેલીએ એવા ઊંચા મકામ સર કરેલા છે કે ભલભલી જટિલ યાંત્રિક રચનાવાળાં સાધનો તેનું સ્થાન લઇ શકે એમ નથી. ભારતમાં રહ્યે રહ્યે ચીનના બેઇજિંગ પર કે પાકિસ્તાનના પેશાવર પર હુમલો કરી શકે તેવી મિસાઇલોનો ભંડાર આપણી પાસે ભલે હોય, રેશનિંગની દુકાનેથી ત્રણ કિલો મોરસ અને બે કિલો ઘઉં આણવા હોય ત્યારે મિસાઇલો કામમાં નથી લાગતી અને આમઆદમીને મન તો અનાજથી ભરેલી થેલી એનો વિશ્વવિજય છે.

સાઇડમાં થેલો ધરાવતી મોટરસાઇલો, સીટ તળે સામાન મૂકી શકાય તેવાં સ્કૂટર તથા પાછળની તરફ મોટી ડિકી ધરાવતી મોટરકારના આગમન બાદ હવે થેલીઓનું સામ્રાજ્ય ખતમ થવાને આરે આવીને ઊભું છે. ઉપરોક્ત વ્યવસ્થાઓ ભલે અત્યાધુનિક હોય, તેઓ થેલી જેવી ફુલપ્રૂફ તો નથી જ. પાર્ક કરેલ મોટરસાયકલ, સ્કૂટર કે મોટરકારમાં મૂકેલો સામાન ચોરી થઈ શકે છે, પણ સદાય હાથમાં ભરાયેલી રહેતી થેલીમાંથી સામાનનું ચોરી થવું અશક્ય છે. અરે, એનો દેખાવ એવો સીધોસાદો છે કે કોઈ ચોર તેની પર નજર સુધ્ધાં બગાડતો નથી.

ત્રણ ઉપરાંત ઝભલાં નામે ઓળખાતી પ્લાસ્ટિકની કોથળીઓએ કાપડની થેલીના મોં પર મોહમ્મદ અલી છાપ મરણતોલ મુક્કો માર્યો છે. કોથળીઓ પર્યાવરણને નુક્સાનકર્તા હોવાથી પર્યાવરણને પૂરતું નુક્સાન થઈ ગયા બાદ સરકારે તેની પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે. આજની ફેશનઘેલી પ્રજા બાબતથી જાણકાર હોવા છતાં તેને કાપડની થેલી લઈને બહાર જતાં શરમ અનુભવે છે. મૉલ કે માર્ટમાંથી નાણાં ખર્ચીને ખરીદેલો સામાન ભરવા માટે તે નાણાં ખર્ચીને કોથળી ખરીદે છે ને ‘કૂલ ડૂડ’વેડાં કરે છે. તેને ખબર નથી કે એના દાદાજીને વાતની ખબર પડી ગઈ, તો પોતાની કાપડની થેલીમાં બે-ચાર પેપરવેઇટ ભરીને થેલીએ થેલીએ ફટકારી એનો બરડો પાંસરો કરી નાખશે.

}kirranjoshi@outlook.com

અન્ય સમાચારો પણ છે...