• Gujarati News
  • શિક્ષણ પાણીની સમસ્યા હલ કરવા ધારાસભ્યની રજૂઆત

શિક્ષણ-પાણીની સમસ્યા હલ કરવા ધારાસભ્યની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામવિધાનસભા વિસ્તારના દેત્રોજ રામપુરા તાલુકાના કેટલાક ગામોમાં શિક્ષણ, પાણી સહિતની સમસ્યા હલ કરવા ધારાસભ્ય જે તે વિભાગમાં લેખિત રજૂઆત કરી છે.

દેત્રોજ-રામપુરા તાલકુાના ગમાનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ ગુંજાળા પ્રાથમિક શાળા, ગણિત, વિજ્ઞાન વિષયના શિક્ષકની ઘટહોઇ બન્ને શાળાઓમાં શિક્ષકો મુકવા તેમજ કરણપુરા પાસેના જેહર તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવે તો તળાવની આસપાસના ખેડૂતોને પીપતનો લાભ મળી શકે. સંગપુરા પાસે નર્મદાની માઇનોર કેનાલનું કામ પૂર્ણ કરવા રજૂઆત જેના લીધે ખેડૂતો શિયાળુ પાક લઇ શકતા નથી. મદ્રિસણા ગામ નજીકની કેનાલ રીપેર કરવા, શોભાસણ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇનનું એનઓસી કામ પૂર્ણ કરી નહેરનું કામ ઝડપી કરવા સહિતની તમામ સમસ્યા હલ કરવા લાગતા-વળગતા વિભાગને ડો. તેજશ્રીબેન પટેલ ધારાસભ્ય વિરમગામે કરી હતી.