વિરમગામમાં 15મી ઓગષ્ટથી લોકમેળા યોજવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામશહેરમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 30 વર્ષથી યોજાતો શ્રાવણ માસનો મેળો પારંપરિક રીતે નાગપાંચમ થી અગિયારસ સુધી યોજાતો હતો. ત્યારે વર્ષે 15મી ઓગષ્ટ અને જન્માષ્ટમી એકજ દિવસે હોઈ અને જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી વિરમગામ શહેરમાં હોઈ મેળાને મંજૂરી મળેલ હતી.

ત્યારે સિદ્ધનાથ મંદિર મેળા આયોજક સમિતિ અને સંઘાડિયા પ્લોટના મેળાના આયોજકો દ્વારા 15મી ઓગષ્ટે બપોર પછી લોકમેળામાં દુકાનો અને ચગડોળો શરૂ કરવા બાંહેધરી આપતા તા. 15 ઓગષ્ટ થી 22 ઓગષ્ટ સુધી લોકમેળાને મંજૂરી મળતા વિરમગામ સહિત માંડલ, દેત્રોજ તાલુકાની પ્રજામાં હરખની હેલી જોવા મળી હતી. કરણ કે વિરમગામ પંથકમાં કોઈ હરવા ફરવાનું કે મનોરંજનનું સ્થળ નથી કોઈ બાગ બગીચા નથી જેથી શ્રાવણના મહિનામાં અઠવાડિયું લોકો મોજ માણે.

વિરમગામ સહિત માંડલ, દેત્રોજ તાલુકાની પ્રજામાં હરખની હેલી

બપોર પછી લોકમેળામાં દુકાનો અને ચગડોળો શરૂ

અન્ય સમાચારો પણ છે...