તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામના યોગેશ્વર પાર્ક મુનસર દરવાજાના રસ્તા 6 માસમાં તૂટી ગયા

વિરમગામના યોગેશ્વર પાર્ક-મુનસર દરવાજાના રસ્તા 6 માસમાં તૂટી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ તદ્દન હલકી કક્ષાના હોવાની રાડ વારંવાર ઉઠે છે. ત્યારે માનનીય રાજ્યસભાના સભ્ય શંકરભાઇ વેગડ દ્વારા યોગેશ્વર પાર્ક ખાતે જય ભગવાનના ઘર પાસેથી IOC કોલોની રોડ સુધીના લગભગ 90 મીટરના RCC રસ્તા માટે 2 લાખ ઉપરની ગ્રાન્ટ આવેલ. જે કામ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાતા કામ તદ્દન હલકી કક્ષાનું થતા સ્થાનિક રહીશો દ્વારા નાયબ કલેકટર, મામલતદાર, ન. પા. Co ને લેખિતમાં જાણ કરતા એન્જીનીયર દીપકભાઈએ સ્થળ પર આવી કામમાં ચપટી સિમેન્ટ, તગારૂ કપચી અને ઢગલો રેતી જોતા કામ બંધ કરાવેલ હતું.

જે કામ ફરીથી શરૂ કરાવવા સ્થાનિક રહીશોએ 6 મહિના સુધી ન. પા. CO અને પ્રમુખને રજુઆત કરેલ પરંતુ અધિકારી, પદાધિકારી અને કોન્ટ્રેક્ટરની મીલીભગત હોઈ કામ શરૂ કરવામાં ઠાગાઠૈયા કરેલ અને કોન્ટ્રાક્ટરને હેરાન કરશો તો કામ શરૂ નહીં થાય તેમ જણાવેલ.

ત્યાર બાદ ડિસેમ્બર 16 માં ફરી કામ શરૂ કરવામાં આવેલ અને જેમાં પણ લોટ, પાણી, ને લાકડા જેવો ઘાટ કોન્ટ્રાકટરે કરતા 90 મીટરનો RCC રોડ સંપૂર્ણ તૂટી ગયો છે અને માત્ર કપચીજ દેખાય છે. યોગેશ્વર પાર્કના રહીશો જણાવે છે કે ચૂંટણી ટાણે ઠાલા વચનો આપી પ્રજાનાજ પૈસે તાગડધિન્ના કરતા રાજકારણીઓને વિધાનસભા ચૂંટણી વખતે મતદાન દ્વારા જવાબ આપવામાં આવશે.

રાજ્યસભાના સભ્ય શંકરભાઇ વેગડની ગ્રાન્ટ પાણીમાં

અન્ય સમાચારો પણ છે...