તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંવાળ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળપંથકમાં મંગળવારે સવારથી પંથકમાં ઝરમર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિરમગામ, માંડલ અને દેત્રોજ, રામપુરા સહીત પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મંગળવારની સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. વરસાદના બીજા રાઉન્ડ બાદ વરસાદ વિરામ લેતા વરાપ થતા પંથકના ખેડુતો વાવણી કાર્યમાં લાગી ગયા હતા. પંથકના મોટાભાગના ખેડુતો વાવણી કાર્યમાં પુર્ણ કર્યુ છે. તો કેટલાક ખેડુતો વાવણી કરી રહ્યા છે. પાંચ દિવસના વિરામ બાદ મંગળવારની સવારથી વિરમગામ, માંડલ અને દેત્રોજ, રામપુરા સહીત પંથકમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી લોકો કાળઝાળ ગરમી સાથે બફારો અને ઉકળાટથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

ઝરમર ઝરમર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે અનેક સ્થળે કાદવ- કીચડથી ગંદકીમાં વધારો થયો છે.

અસહ્ય ગરમી અને બફારાથી કંટાળેલા લોકોને રાહત

અન્ય સમાચારો પણ છે...