• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • રામપુરા અશોકનગર માર્ગ પર ગરનાળાના અભાવે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન

રામપુરા- અશોકનગર માર્ગ પર ગરનાળાના અભાવે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામપુરા-અશોકનગર માર્ગ પરના રબુડી વિસ્તારમાં આવેલું ગરનાળુ બેસી ગયું છે. જે પુરતા પ્રમાણમાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરી શકતા આસપાસની 100 વીઘા જમીનમાં પાણી ભરાઇ રહે છે. 50 વીઘા જમીનમાં વાવેલા પાકમાં પાણી ભરાઇ રહેતા ખેડુતોને મોટું નુકસાન થઇ રહ્યું છે. ખેડુતો માર્ગ પર મોટું ગરનાળુ મુકવા માંગ કરી રહ્યા છે.

વિસ્તારના ખેડુત જીતુભાઇ મહેતાના જણાવ્યાનુસાર માર્ગ પર આવેલું ગરનાળુ બેસી ગયું છે. જેના કારણે ગરનાળુ પુરતા પ્રમાણમાં પાણી ગાળી શકતુ નથી. 100 વીઘા જેટલી જમીનમાં પાણી ભરાઇ રહે છે.ઉભા પાક અને વાવણી થયેલા ખેતર પાણી ભરાઇ રહેતા બીયારણ સહીત પાકનું ખેડુતોને નુકસાની વેઠવી પડી રહી છે. માર્ગ પર મોટું ગરનાળુ મુકવા ખેડુતો માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રામપુરા- વિરમગામ માર્ગ પહોળો થઇ રહ્યો જેનું કામ પ્રગતિમાં છે. ત્યારે માર્ગ પરનું નાળુ મોટું કરવામાં આવે તે જરૂરી છે.

માર્ગ પર મોટુ ગરનાળું મૂકવા માટે માંગ કરાઇ

અન્ય સમાચારો પણ છે...