• Gujarati News
  • નળસરોવરમાં બોટ ચાલકોની દાદાગીરી અંગે ફરિયાદ નોંધાઇ

નળસરોવરમાં બોટ ચાલકોની દાદાગીરી અંગે ફરિયાદ નોંધાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામતાલુકાના છેવાડે આવેલા પક્ષી અભ્યારણ નળસરોવરમાં વેકરીયા ગામના કેટલાક શખ્સો કાયદા વિરુદ્ધ જઇ વનવિભાગના કર્મચારીઓને ધાકધમકી આપી સરકારી કામકાજમાં રૂકાવટ કરતા હોવાની ફરીયાદ વિરમગામ ગ્રામ્ય પો.સ્ટે.માં નોંધાઇ છે.

નળસરોવર અભ્યારણ્યમાં પક્ષીઓને નિહાળવા દેશભરમાંથી સહેલાણીઓ આવે છે. વનવિભાગ દ્વારા નૌકા વિહાર, ટીકીટ, પાર્કિંગ, સીસ્ટમ સગવડ અપાય છે. નજીકના વેકરીયા ગામના કેટલાક શખ્સો વનવિભાગ નિયમોની અવગણના કરી વનવિભાગના કર્મચારી સાથે બિભત્સ ભાષાના ઉપયોગ કરી ધમકી આપી છે. આથી પરિચેડા વન અિધકારી રમેશભાઇ લાખાભાઇ જાલેધરાએ વેકરીયા ગામના મુલતાની હકીમભાઇ વલીભાઇ, અલવાણી લતીપભાઇ ઇમામભાઇ, અકબરભાઇ કાસમભાઇ, જાવલીયા આમીનભાઇ રહીમભાઇ, અલવાણી કાસમભાઇ સિદ્દીકભાઇ અલવાણી, મયુદીન ઇમામભાઇ, બેલીફ લતીફ જીનલભાઇ, સબ્બીરભાઇ અકબરભાઇ, ગનીભાઇ પુાભાઇ, ઇમરાનભાઇ ગનીભાઇ, હનીફભાઇ સિદીકભાઇ, હાસમભાઇ જમાલભાઇ અને હાજી ઉસ્માન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.