તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબદારી કોની?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી-વિરમગામરોડ પર સિંચાઇ ખાતા હસ્તકનાં રણાસર તળાવનાં દરવાજા નીચેથી પાણી લીકેજનાં લીધે તળાવ દર વષે ઉનાળા પહેલા ખાલી થઇ જતુ હતું. દરવાજા રિપેરીંગ અંગે ખેડૂતો દ્વારા અનેકો રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરાયા છે. આથી ખેડૂતોએ જાતે દરવાજાનું પાટિયુ પાડી રેતી ભરેલી થેલીઓ નાંખી ટેમ્પરરી રિપેરીંગ કામ હાથ ધર્યુ હતું.

પાટડી-વિરમગામ રોડ પર સિંચાઇ ખાતા હસ્તકનું વિશાળ રણાસર તળાવ આવેલુ છે. પરંતુ તળાવના મુખ્ય દરવાજા નીચેથી તળાવનું પાણી લીકેજ થવાના કારણે દર વર્ષે તળાવ ઉનાળા પહેલા ખાલીખમ થઇ જતુ હતુ. ત્યારબાદ સિંચાઇ ખાતા હસ્તકનાં દરવાજા નીચે પાણી લીકેજ અંગે વિસ્તારના ખેડૂતો દ્વારા લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા વારંવાર રજૂઆતથી કંટાળીને ખેડૂતોએ જાતે રણાસર તળાવના દરવાજાનું પાટીયુ પાડીને તેના સ્થાને રેતીની થેલીઓ ભરી ટેમ્પરરી દરવાજો રિપેરીંગ કર્યો હતો.

અંગે વધુ વિગત આપતા ખેડૂત આગેવાન જયેશ પાલડીયા અને ફિરોજભાઈએ જણાવ્યું કે, અનેકો રજૂઆત છથતા તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાતા અમે બધા ખેડૂતોએ જાતે મળી દરવાજો તો રિપેર કર્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષથી હજી પણ તૂટેલી હાલતમાં છે. આથી પાટડીમાં ગમે તેટલો વરસાદ પડે તોય રણાસર તળાવ ભરાશે નહીં.

તંત્રએ કરતા.. પ્રજાએ તળાવનું સમારકામ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો