તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ તા. પં. થોરીથાંભા બેઠકની પેટા ચૂંટણીનો આજે જંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામતાલુકા પંચાયત થોરીથાંભા બેઠકની પેટા ચૂંટણી તા. 11 જુનને રવિવારે યોજાશે જેમાં ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ તરફથી એડી ચોટીનું જોર કરી બેઠક જીતવા પ્રયત્ન કરેલ છે. જ્યારે વિરમગામ શનિવારે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી એલ. એમ. પરમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવેલ હતો.

વિરમગામ તાલુકા પંચાયત થોરીથાંભા-15 બેઠકની ચૂંટણી અગાઉ બે વખત યોજાયેલ જેમાં પહેલી ચૂંટણીમાં કોંગ્રેસમાથી ધારશીભાઇ ધરમશીભાઈ કો. પટેલ 925 મતે વિજેતા થયેલ તેમનું કુદરતી મોત થતા પેટા ચૂંટણીમાં ભાજપના વાઘજીભાઇ ચેહરભાઇ કો. પટેલ 16 મતે વિજેતા થયેલ તેમનું પણ કુદરતી મોત થતા ત્રીજી વખતની ચૂંટણીમાં ભાજપના છનાભાઇ હિરજીભાઇ કો. પટેલ અને કોંગ્રેસમાંથી ભાઈલાલભાઈ શંકરભાઇ કો. પટેલ ચૂંટણી જંગમાં ઉતરેલા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો પ્રતિષ્ઠાભર્યા જંગ જામશે.ચૂંટણીમાં 6 બુથમાં થોરીથાંભા-1, થોરીથાંભા-2, લીયા-1, લીયા-2, વસવેલીયા અને લીંબડ એમ 6 ગામોનો ગામોનો સમાવેશ થાય છે. મતદાન 11 જુનને રવિવારે સવારે 8 થી સાંજે 5 દરમ્યાન યોજાશે. મત ગણતરી તા. 13 જૂને થશે.

અન્ય સમાચારો પણ છે...