તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના લાકડી બજાર, શહીદ બાગ, OIC રોડ પર પાણી ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદે વિરમગામને ધમરોળ્યું, 4 કલાકમાં 3.5 ઇંચ

વિરમગામશહેરમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવતા મોસમના પ્રથમ વરસાદી ઝાપટાથી વિરમગામવાસીઓને ગરમીથી રાહત મળવા સાથે વરસાદમાં પલાળીને આનંદ લીધો હતો. અને ઉપરા ઉપરી બે ત્રણ ઝાપટા સાથે વરસાદે વિરામ લીધો હતો.જો કે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધુંઅાધાર બેટીંગ કરતા માત્ર ચાર કલાકમાં 3.5 ઇંચ પાણી પડ્યું હતું. આના પરિણામે નીચાણવાળા વિસ્તાર તેમજ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોએ ઉજાગરા કરીને ઘરમાંથી ભરાયેલા પાણી બહાર કાઢ્યા હતા.

શહેરમાં સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.શુક્રવારે રાત્રે 2 કલાકના સમયે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદે માત્ર 4 કલાક જેટલા સમયમાં સાડા ત્રણ ઇંચ જેટલો ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના યોગ્ય નિકાલના અભાવે 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા જેમાં નાના પરકોટા ગાયત્રી મંદિર પાસે રહેતા ખેડૂતો ગોપાલભાઈ મોરારભાઈ ચાવડાનું 50 મણ જીરુ અને દસરથભાઈ હરગોવિંદભાઈનું 35 મણ જીરુ પલળી જતા લાખ્ખો રૂપિયાનું નુકશાન થયેલ, જ્યારે મોટા પરકોટા હરજીભાઈનો મહોલ્લો વગેરે વિસ્તારોમાં પણ ઘરોની અંદર પાણી આવી જતા અને ગાજવીજ સાથે વરસતા ભારે વરસાદ અને લાઈટ પણ બંધ હોવાથી બગડતો માલ સામાન બચાવવા લોકો અસમર્થ હતા. જ્યારે તિરૂપતિ કોમ્પ્લેક્ષ ખાતે પણ દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને લાખ્ખો રૂપિયાનું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ છે.

ત્યારે શનિવાર સવારે થતી લોકચર્ચા મુજબ વિરમગામ નગર પાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચ બતાવી દર વર્ષે વરસાદી ગટરો, નાળાઓની સફાઈ કરાવવામાં આવે છે અને કામગીરી કોન્ટ્રાક્ટર અને ન. પા. અધિકારી, પદાધિકારીઓની મિલીભગતથી કાગળ ઉપર બતાવવામાં આવે છે.

જ્યારે સત્ય હકીકતે પ્રજાને માઠા પરિણામો ભોગવવા પડે છે. માંડલ રોડ ઉપર આવેલ ગાંધી હોસ્પિટલ પાસે 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે, IOC રોડ , લાકડી બજાર, શહીદ બાગ તથા ગામના અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહેલ છે.

શહેરમાં શુક્રવાર મોડી રાત્રે ત્રાટકેલા વરસાદથી દુકાન અને મકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને ભારે નુકશાન થયું હતું. તસવીર-જયદીપપાઠક

વિરમગામ પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનનું ચીરહરણ : દુકાનો-મકાનોમાં પાણી ભરાયા, લાખો રૂપિયાના નુકસાનની વકી

અન્ય સમાચારો પણ છે...