લખતર| લખતરશહેરનાં શિયાણી દરવાજા પાસે કપાસ ભરેલ ટ્રક પસાર થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર| લખતરશહેરનાં શિયાણી દરવાજા પાસે કપાસ ભરેલ ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઈક મોટરસાયકલસ્વારે કેમ આમ ચલાવે છે તેમ કહી ટ્રકનાં આગળની બાજુનાં ફોડી નાંખ્યાનો બનાવ બન્યો છે. લખતર વિસ્તારમાં અત્યારે કપાસની સિઝન ચાલી રહી છે. આથી કપાસ ભરીને ટ્રકો વિસ્તારમાંથી વિરમગામ, કડી, હારીજ વિગેરે યાર્ડમાં જતી હોય છે. ત્યારે એક ટ્રક કપાસ ભરીને લખતર નજીકનાં શિયાણી દરવાજા પાસેથી પસાર થઇ રહી હતી. સમયે મોટરસાયકલસવાર દ્વારા આમ કેમ ચલાવે છે. જો મારા મોટરસાયકલ સાથે અથડાઇ હોત તો તેમ કહી ટ્રકનાં કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો.

લખતરના શીયાણી દરવાજા પાસે ટ્રકના કાચ ફોડ્યા

અન્ય સમાચારો પણ છે...