• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મના કેસમાં આરોપીને 7 વર્ષની કેદ

વિરમગામમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મના કેસમાં આરોપીને 7 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામનાઅલીગઢ વિસ્તારના નવાપરામાં તા. 29 માર્ચ 2014માં સગીરાને લલચાવી ફોસલાવી લગનની લાલચ આપી ભગાડી જઈ હળવદ ખેતરમાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં આરોપી દશરથ રણછોડજી ઠાકોર (રહે. અલીગઢ, નવુપરૂ) ઉ. પુખ્ત વિરુદ્ધ વિરમગામ બીજા એડિ. ડિસ્ટ્રી. જજ અને પોક્સો જજ એન. એસ. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતા તા. 30 માર્ચેને ગુરુવારે સાંજે કેસનો ચુકાદો આપતા નામદાર કોર્ટે આરોપી દશરથ રણછોડજી ઠાકોરને 7 વર્ષની સખત કેદની સજા સાથે 10 હજારનો દંડ અને દંડની રકમ ભરે તો વધુ માસની સજા ફટકારી હતી.

બનાવ બાબતે સગીરાની માતાએ વિરમગામ ટાઉન પો. સ્ટે.માં આપેલી ફરિયાદ અનુસાર તા. 29 માર્ચ 2014ના રોજ સગીરા અને તેની માતા અલીગઢ વિસ્તારમાં આવેલ પોતાના ગલ્લા ઉપર હતા ત્યારે પાણીની પાઉચ ખલાસ થઈ જતા સગીરાને ઘરેથી પાણીના પાઉચ લેવા મોકલી હતી. અને 10 મિનિટથી વધુ સમય થવા છતા સગીરા પાછી નહીં આવતા તેની માતા ઘરે ગયેલ તો સગીરા ઘરે હતી. અને બાજુમાં રહેતો આરોપી દશરથ ઠાકોર પણ ઘરે હાજર હતો. બાબતે તપાસ કરતા

અનુસંધાનપેજ નં-3 પર

અન્ય સમાચારો પણ છે...