• Gujarati News
  • { બેઠકમાં ચોરી અટકાવવાના પગલાની માહિતી અપાઇ

{ બેઠકમાં ચોરી અટકાવવાના પગલાની માહિતી અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ બેઠકમાં ચોરી અટકાવવાના પગલાની માહિતી અપાઇ

પાઇપ ચોરીની તમામ પોલીસ મથકને કડક કાર્યવાહી કરવા સૂચના : જિ. પોલીસવડા

IOCની પાઈપલાઇન ચોરનારને નહીં બક્ષાય

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. ત્યારે આઇઓસીના સુરેન્દ્રનગર અને વિરમગામના અધિકારીઓએ જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરીને તેમને અંગે માહિતી આપી હતી. જેમાં જિલ્લા પોલીસવડાએ અંગે તમામ પોલીસ મથકને સૂચના આપી કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન પસાર થાય છે. પાઇપલાઇનની દેખરેખ માટે ધ્રાંગધ્રા રોડ પર દૂધરેજ પાસે મોટુ વેસ્ટર્ન રીજીયનનું યુનીટ બનાવાયુ છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં અવારનવાર અસામાજીક તત્વો ચોરી અને તોડફોડના બનાવો બને છે. આથી સુરેન્દ્રનગર આઇઓસીના કે.કે.ચૌધરી, એલ.સી.શાહ, ખુરશીદ આલમ સહિતનાઓએ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રકુમાર અસારી સાથે બેઠક કરી હતી. જિલ્લા પોલીસ વડાને જિલ્લામાંથી પસાર થતી પાઇપલાઇન પર ચોરી થતી હોવાની માહિતી અપાઇ હતી. ઉપરાંત આઇઓસીના ગાર્ડ દ્વારા નિયમિત રીતે દિવસે અને રાત્રે પેટ્રોલીંગ કરાતુ હોવાનું જણાવાયુ હતુ. જયારે રાત્રે પસાર થતા તમામ વાહનો જીપીએસ સીસ્ટમથી મોનીટરીંગ થતુ હોવાની બાબતથી પણ વાકેફ કરાયા હતા. જયારે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રકુમાર અસારીએ પોતાના કાર્યકાળ દરમિયાન આવી વિવિધ ફરિયાદો વિશે ચર્ચા કરી હતી. જિલ્લાના તમામ પોલીસ મથકોને અંગે સૂચના આપી આવી ફરિયાદો બને તે માટે તકેદારી રાખવા સૂચના આપશે તેમ જણાવ્યુ હતુ.