તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ શહેરને ટેક્ષટાઇલ યુનિટ આપવા રહીશોની માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મજુરકલ્યાણ ટ્રસ્ટ વિરમગામ, ટેક્ષટાઇલ લેબર યુનિયન વિરમગામ દ્વારા જિલ્લાના વિરમગામ તથા તાલુકાના સર્વે નાગરિકો, સામાજીક કાર્યકરો, સેવાકીય સંસ્થાઓ, પ્રતિષ્ઠિત વ્યકિતઓ, વેપારી મંડળો, કર્મચારી સંઘો, એપીએમસી માર્કેટ તથા વકીલ મંડળ, ડોકટર મંડળ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યે લખિતમાં વિરમગામ ટાઉન તથા તેની આજુબાજુના ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે વિરમગામ ટાઉન અથવા તદ્દન નજીક 5 થી 7 કી.મી.ના વિસ્તારમાં ભારત સરકારના જાહેર સાહસ એન.ટી.સી. સંચાલિત અને તદ્દન નવા અદ્યતન ટેક્ષટાઇલ યુનિટની સ્થાપના કરવા માટે સંતોષકુમાર ગંગવાર, ટેક્ષટાઇલ મિનિસ્ટર, ઉદ્યોગ ભવન, ન્યુ દિલ્હી સમક્ષ રજુઆત કરી છે.

અંગે ગુરુવારે વિરમગામ પંથકના વિકાસ હેતુ એક પ્રતિનિધી મંડળ વિશાળ સંખ્યામાં પ્રજાજનો સાથે પ્રાંતને આવેદનપત્ર આપવા જનાર છે તેમ મજુર કલ્યાણ ટ્રસ્ટ, ટેક્ષટાઇલ લેબર યુનિયન વિરમગામના ટ્રસ્ટી રતિલાલ ત્રિકમભાઇ દલવાડી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...