નડિયાદ પાલિકાએ 20 લારી-ગલ્લા ઉઠાવ્યા, દોઢસો દબાણકર્તાને નોટિસ

લાલઆંખ | શહેરના પારસ સર્કલથી વાણિવાડ સુધી સપાટો બોલાવ્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
નડિયાદ પાલિકાએ 20 લારી-ગલ્લા ઉઠાવ્યા, દોઢસો દબાણકર્તાને નોટિસ
નડિયાદ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા દબાણો મામલે નિષ્ક્રિય રહેલી પાલિકા તંત્ર ગુરૂવારના રોજ સફાળું જાગ્યું હતું અને પાલિકાની ટીમ દ્વારા શહેરના પારસ સર્કલથી વાણિયાવાડ સુધીના માર્ગ ઉપરના દબાણો ઉપર સપાટો બોલાવ્યો હતો.

નડિયાદ નગરપાલિકાની દબાણ કમિટી દ્વારા શહેરના તમામ દબાણોને નજરઅંદાજ કરી માત્રને માત્ર ખેતા તળાવ પાસેના જ દબાણો ઉપર તવાઇ બોલાવ્યાના અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિધ્ધ થયા બાદ ગુરૂવારે પાલિકાની ટીમ બપોરના સમયે હરકતમાં આવી હતી અને શહેરના પારસ સર્કલથી લઇને વાણિયાવાડ સુધીના માર્ગ ઉપરના તમામ દબાણોને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંતરામ રોડ ઉપર પણ આડેધડ ઉભા રહેતા દબાણકર્તાઓને પણ ખસી જવાની તાકિદ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા શહેરના અવરોધરૂપ દબાણો દૂર કરાશે તેમ તંત્રએ જણાવ્યું હતું.

વૈકલ્પિક વ્યવસ્થાની માત્ર વાતો જ

કરમસદ -વિદ્યાનગર રોડ પર દબાણો દૂર કરાયા

કરમસદ પાલિકા દ્વારા નડતર રૂપ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર જગદીશ સોલંકીએ પાલિકાસતાધિશો સામે રજૂઆત કરનારની સાથે ઉભા રહેનારા સ્નેહ પટેલના મકાન પાસે દ્વેશભાવ રાખીને દબાણો દૂર કરાયું છે.

ભૂતકાળમાં પણ દબાણોને કારણે સમસ્યા સર્જાતિ હોઇ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની વાતો અને પ્લાનિંગના વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ તે માત્ર વાતો જ બની રહી.

X
નડિયાદ પાલિકાએ 20 લારી-ગલ્લા ઉઠાવ્યા, દોઢસો દબાણકર્તાને નોટિસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App