વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદસહિત રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી પવનની અસર હેઠળ વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો વધવાની સાથે ગરમીમાં વધારો થયો છે. જ્યારે હજુ પણ 20 તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને બફારો અને ગરમી સહન કરવી પડશે.

બુધવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 41 ડિગ્રી સાથે નોંધાઈ હતી. ઉપરાંત ગાંધીનગર, ભાવનગર, વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગર ખાતે તાપમાનનો પારો 40 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ 41.0 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...