• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vidhyanagar
  • પ્રેમીએ આડાસંબંધની શંકાથી પ્રેમિકા સહિત બે ઉપર છરી વડે હુમલો કર્યો

પ્રેમીએ આડાસંબંધની શંકાથી પ્રેમિકા સહિત બે ઉપર છરી વડે હુમલો કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
150ફૂટના રિંગ રોડ પર બાલાજી હોલ સામે વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં વિધવા પ્રૌઢાના મકાનમાં શુક્રવારે વહેલી સવારે ખુલ્લી છરી સાથે ઘૂસી ગયેલા ટ્રાવેલ્સ સંચાલકે આડાસંબંધની શંકાથી રૂમમાં બેઠેલી તેની પ્રેમિકા અને પ્રેમિકા સાથે બેઠેલા યુવક ઉપર હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રાજકોટમાં પુષ્કરધામ રોડ પર રહેતી વિધવા સોનલ કૌશિકભાઇ સોલંકી (ઉ.વ. 30) શુક્રવારે વહેલી સવારે 150 ફૂટના રોડ પર સ્વામી. મંદિર સામે વલ્લભ વિદ્યાનગર સોસા.માં જૂના મકાનમાલિક હમીબેન રણછોડભાઇ તાળા (ઉ.વ.62)ના ઘરે હતી. સમયે છરી સાથે ઘરમાં ઘૂસી આવેલા પ્રેમી ધીરજ કોળીએ હુમલો કરી સોનલના પડખા અને છાતીમાં છરીના બે ઘા ઝીંકી દીધા હતા. રૂમમાં હાજર હેમીબેનનો ભત્રીજો દામજી બચુભાઇ અમીપરા વચમાં પડતાં ધીરજે તેના વાંસામાં પણ છરીનો ઘા મારી દીધો હતો. ખૂની હુમલો કરીને આરોપી નાસી ગયો હતો. ઘવાયેલા સોનલ અને દામજીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ખૂની હુમલો કરીને ભાગેલા ધીરજે માલવિયાનગર પોલીસમથકે જઇનેે પોતે પ્રેમિકા સહિત બે ઉપર હુમલો કરીને આવ્યાનું જણાવતા તેને તરત અટકાયતમાં લઇ લેવાયો હતો. હુમલાખોરના બયાન મુજબ તેની પ્રેમિકાને દામજી સાથે આડાસંબંધ હોવાની શંકાથી તેણે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા દામજી ઉપર 7 કલાક સુધી શસ્ત્રક્રિયા કરાઇ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ ધીરજ ગુરુવારે રાતે હેમીબેનના ઘરે પહોંચ્યો હતો, પરંતુ હેમીબેને સોનલ અહીં હોવાનું જણાવતા ચાલ્યો ગયો હતો.

સોનલ ત્રણ સંતાનના પિતા સાથે રહેતી હતી

પ્રથમપતિસાથે છૂટાછેડા થઇ ગયા બાદ કૌશિક સોલંકી સાથે બીજા લગ્ન કર્યા હતા. આગલા ઘરનો એક પુત્ર છે. એક વર્ષ પહેલાં કૌશિકનું અવસાન થઇ જતાં પાડોશમાં રહેતા અને ત્રણ સંતાનના પિતા ધીરજ કોળી સાથે આંખ મળી ગઇ હતી. ભારત ટ્રાવેલ્સ નામથી ધંધો કરતો ધીરજ અમુક દિવસ સોનલના ઘરે રોકાતો, બન્ને પતિ-પત્નીને જેમ રહે છે. થોડા સમયથી ધીરજ તેની ઉપર શંકા કરીને ઝઘડતો હતો. બે દિવસ પહેલાં પોતે બહેનપણીને ત્યાં લગ્નપ્રસંગે દાંડિયારાસમાં ગઇ હતી ત્યાં પણ દારૂ ઢીંચીને આવેલા ધીરૂએ ઝઘડો કર્યો હતો. રાતે તેની પાસે ઘર ખર્ચના પૈસા માગતાં ફરી ઝઘડો થતાં પોતે રાતે જૂના મકાનમાલિક હેમીબેનને ત્યાં રોકાવા ચાલી જતા સવારે ત્યાં આવીને હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...