3થી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છઅને અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વીય વિભાગમાં અપરએર સરક્યુલેશનને કારણે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને રાજ્યનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગર 35.0 ડિગ્રી સાથે રાજ્યનાં સૌથી ગરમ શહેર હતાં.

ગુરુવારે અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ છતાં વરસાદ થયો હતો. આગામી ત્રણથી ચાર દિવસો દરમિયાન શહેરમાં હળવા વરસાદી ઝાપટાંની શક્યતા છે.

રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છ‌વાયો હતો. તેમજ સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યાં હતાં. જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, મહુવા અને વલ્લભ વિદ્યાનગર જેવાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

અમદાવાદ અને ગાંધીનગર 35 ડિગ્રી સાથે સૌથી ગરમ

અન્ય સમાચારો પણ છે...