તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં ઉનાળાની જમાવટ 9 શહેરમાં ગરમી 36ને પાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં ગરમીના પ્રકોપને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. તેમજ આગામી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી દિવસે ગરમી અને મોડી સાંજ બાદ ઠંડકનું વાતાવરણ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય પવનો શરૂ થયાં છે, પણ મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19થી 23 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેમાં રાજ્યનાં નવ શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી જતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થ‌વાની શક્યતા છે.

અમદાવાદ 35.8

ભુજ38.8

નલિયા37.6

અમરેલી37.2

સુરેન્દ્રનગર37.0

વિદ્યાનગર36.8

ક્યાં કેટલું તાપમાન

ત્રણ દિવસમાં ગરમી બેથી ત્રણ ડિગ્રી વધવાની વકી

38.8 ડિગ્રી સાથે ભુજ સૌથી વધુ ગરમ, અમદાવાદ 35.8

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો