• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • યાત્રાળુઓની સલામતી માટે પૂનમે ડાકોર જતા રસ્તાઓને ડાયવર્ઝન

યાત્રાળુઓની સલામતી માટે પૂનમે ડાકોર જતા રસ્તાઓને ડાયવર્ઝન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામડાકોરમાં દર પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ખાનગીવાહનો તથા એસ.ટી.બસ મારફતે યાત્રાળુઓ આવતા હોય છે. જેથી ડાકોર શહેરમાં ટ્રાફિક સમસ્યા િનયમન અને યાત્રાળુઓની સલામતી માટે દર પૂનમે (ફાગણી પૂનમ સિવાય) ડાકોર જતા રસ્તાઅઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અંગે વાહનોની અવર જવર પ્રતિબંધ અંગેનું અધિક જિલ્લા કલેક્ટર મેહુલભાઇ દવે દ્વારા જાહેરનામું બહાર પાડયું છે.

ડાકોરમાં દર પૂનમે દર્શનાર્થીઓ અને યાત્રાળુઓની સલામતી અને ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે હેતુસર દર માસની પૂનમ (ફાંગણી પૂનમ સિવાય) ના દિવસે લાડવેલ ચોકડીથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, વડોદરા તરફ જતા મોટા વાહનો બંધ કરવા સેવાલીય ત્રણ રસ્તાથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, અમદાવાદ તરફ જતા મોટા વાહનો બંધ કરવા, સાવલી જી.વડોદરા તરફથી ગળતેશ્વર મહિસાગર બ્રીજ, અંબાવ, ડાકોર સર્કલ થઇ અમદાવાદ, કપડવંજ-મોડાસા તરફ જતા મોટા વાહનો બંધ કરવા, અલીણા ચોકડીથી ડાકોર સર્કલ થઇ ગોધરા તરફ જતા મોટા વાહનો બંધ કરવા અને ઉમરેઠ ત્રણ રસ્તાથી ડાકોર શહેર હદ વિસ્તાર થઇ ગોધરા, કપડવંજ મોડાસા તરફ જતા તમામ પ્રકારના મોટા વાહનો બંધ કરવા ઉપર મોટા વાહનોની અવર-જવર ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મેહુલભાઇ દવે દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

માર્ગો પર પ્રતિબંધ મૂકતા વૈકલ્પિક રૂપે માર્ગોએથી વાહન વ્યવહાર કરાશે. લાડવેલ ચોકડીથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, વડોદરા તરફ જતા મોટા વાહનો લાડવેલ ચોકડીથી ડાયવર્ટ કરી સીતાપુર પાટીયા થઇ મહિસા, અલીણા ચોકડી, પણસોરા ચોકડી થઇ આગળ જશે, સેવાલીયા ત્રણ રસ્તાથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ અમદાવાદ તરફ જતા મોટા વાહનો સેવાીલયા ત્રણ રસ્તાથી થર્મલ પાટીયા અમદાવાદ-ઇન્દોર રોડ થઇ આગળ જશે. સાવલી, જી.વડોદરા તરફ ગણતેશ્વર મહિસાગર બ્રીજ, અંબાવ, ડાકોર સર્કલ થઇ અમદાવાદ, કપડવંજ મોડાસા તરફ જતા મોટા વાહનો અંબાવ રેલ્વે ફાટકથી સેવાલીયા ત્રણ રસ્તા થઇ આગળ જશે. અલીણા ચોકડીથી ડાકોર સર્કલ થઇ ગોધરા તરફ જતા મોટા વાહનો મહિસા, સીતાપુર પાટીયા, લાડવેલ ચોકડી થઇ આગળ જશે.

અન્ય સમાચારો પણ છે...