કોંગ્રેસના વિસર્જનનું સ્વપ્ન ગુજરાત પૂરું કરી નાખશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મૃતિ ઇરાની / સરદાર, મોરારજી અને મોદીને કોંગ્રેસે અન્યાય કર્યો છે

પરેશ રાવલ / રાહુલ ગાંધી માટે કોંગ્રેસ પક્ષ નહીં પેઢી છે

યોગી / રામનું અસ્તિત્વ ના હોય તો રાહુલ મંદિરોમાં કેમ જાય છે

રૂપાણી / અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસની માનસીકતા છતી પડી ગઈ

છીપડીમાં રૂપાણી, ઉમરેઠમાં UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, વસો-કપડવંજમાં પરેશ રાવલ અને તારાપુરમાં સ્મૃતિ ઈરાનીની સભા યોજાઇ

ઉમરેઠ | આણંદજિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાની યોજાનારી ચૂંટણી માટે રાજકીય નેતાઓનું આવાગમન વધી ગયું છે. આજે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉમરેઠમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલની ધાર્મિકતા બાબતે પ્રહારો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને મંદિરમાં કેવી રીતે બેસવું તે પૂજારીએ શીખવવું પડે છે. કોંગ્રેસના વિસર્જનનું મહાત્મા ગાંધીનું સ્વપ્ન પણ ગુજરાત પૂરું કરશે તેવો માર્મીક પ્રહાર પણ કર્યો હતો. એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં સમીસાંજે યોજાયેલી સભાને સંબોધતા તેમણે ગુજરાત અને યુ.પીના ધાર્મિક સંબંધોને ઉચ્ચારતા કહ્યું હતું કે, ભગવાન કૃષ્ણનો જન્મ યુ.પીમાં થયો અને કર્મભૂમિ ગુજરાતને બનાવી દ્વારકાધીશ તરીકે ઓળખાયા, ..અનુસંધાનપાના નં.3 પર

રાહુલ પછી જેટલી પણ આણંદમાં

આવતીકાલેશુક્રવારે રાહુલ ગાંધીનો રોડ શો છે ત્યારે અરૂણ જેટલી પણ પ્રબુદ્ધ નાગરિકો સાથેનો એક કાર્યક્રમ રખાયો છે. સાંજે સાડા કલાકે વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે એક પરિસંવાદનું યોજાશે. રાહુલના પ્રબુદ્ધ નાગરિકો જાય તે માટે કાર્યક્રમ યોજાશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...