તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોરના ઠાકોરને આખરે વીજકંપનીએ ભાડું ચૂકવ્યું!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાકોરટેમ્પલ કમિટી ટ્રસ્ટ સંચાલિત ઉમરેઠ પગલા મંદિરની જગ્યામાં એમજીવીસીએલની ઓફિસ વરસોથી કાર્યરત છે.પરંતુ છેલ્લા માસથી એમજીવીસીએલ ટ્રસ્ટને ભાડુ ચૂકવવામાં ઠાગા-ઠૈયા કરતાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ઉમરેઠ કોર્ટમાં ભાડુ વસુલવા તથા મિલકતનો કબજો પરત મેળવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં એમજીવીસીએલના અધિકારીઓ સફાળા જાગીને ટ્રસ્ટના બાકી પડતાં નાણાંમાં ચેક બનાવી ટ્રસ્ટને અર્પણ કરવાની તજવીજ હાથ ધરી છે.

ડાકોર ટેમ્પલ કમીટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉમરેઠ પગલા મંદિરની મિલકતની એક દૂકાન ભૂતકાળમાં ગુજરાત વિદ્યુતબોર્ડને ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા ભાડે આપવામાં આવી હતી. ગુજરાત વિદ્યુત બોર્ડ નિયમિત સદર કચેરીનું ભાડું પગલા મંદિરના ટ્રસ્ટીઓને જમા કરાવતું હતુ પરંતુ ૨૦૦૯માં ગુજરાત વિદ્યુત બોર્ડ, એમ.જી.વી.સી.એલમાં પરિવર્તન થતા ની સાથે સદર મિલકતનું ભાડું ભરવામાં વીજ કંપની દ્વારા ઠાગા ઠૈયા કરવામાં આવતા હતા, ત્યારે ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા બાકી ભાડાની રકમ તેમજ મિલકતનો કબજો મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે. એક તરફ ન્યાય મળતો હોય ત્યારે લોકો ભગવાન ભરોસે થઈ જાય છે, ત્યારે સદર કેસમાં ખુદ ભગવાન ન્યાયાલયના ભરોસે થઈ ગયા છે.આવો અહેવાલ ચરોતર ભાસ્કર માં તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી ના રોજ પ્રસિદ્ધ થયો હતો અહેવાલ ના પગલે મધ્ય ગુજરાત વીજ કંપની તાત્કાલિક ધોરણે ડાકોર ટેમ્પલ કમિટી ને બાકી પડતા ભાડા નો ચેક બનાવ્યો હોવા નું ઉમરેઠ એમ જી વી સી એલ ના જૂનિયર એન્જીનીયરે જણાવ્યું હતું

અંગે ઉમરેઠ એમ જી વી સી એલ ના જૂની એન્જીનીયર આનંદ ગોકાઈ જણાવ્યું હતું કે આગાઉ ઓકટો 2015 માં અમે ચેક 21149 થી ભાડું ચુકવ્યું હતું પરંતુ કોઈ કારણસર તેમને મળ્યો નહિ હોય કે જમા નહિ થયો હોય પણ હવે બાકી પડતા નાણા નો 022153 નો ચેક આનંદ ડીવીઝન ઓફીસ માં બનાવી દેવા માં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...