તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં ‘ભજન સાથે ભોજન’નો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજમાં ‘ભજન સાથે ભોજન’નો કાર્યક્રમ

કપડવંજ | કપડવંજમાં મહાત્મા ગાંધીજીના અંતેવાસી સ્વ.હરિભાઈ દેસાઈએ સ્થાપેલા સેવાસંઘ દ્વારા અમરધામ (સ્મશાન)માં વિનામૂલ્યે લાકડા આપીને મૃતદેહોની અંતિમવિધિ કરવા માટેની સવલતો ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેનું સ્થાપન દંતાલીના સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કર્યુ હતું. સ્તુત્ય કાર્યના લાભાર્થી સંસ્થા દ્વારા શનિવારે અમરધામ (સ્મશાન) ખાતે ‘ભજન સાથે ભોજન’નો કાર્યક્રમ નવતર પ્રયોગરૂપે કરવામાં આવ્યો હતો. જેમાં ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે પૂર્વ મંત્રી િબમલ શાહ, પાલિકા પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...