ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશ ભટ્ટને પુષ્પાંજલી

મહાગુજરાત ચળવળમાં શહીદ થયેલા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશ ભટ્ટને પુષ્પાંજલી
મહાગુજરાત ચળવળમાં કેટલાય લોકો શહીદ થયા હતા જેમાં ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનારી પેઢીને સ્વ.સુરેશભાઈ ભટ્ટનું બલીદાન સ્મરણમાં રાખે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવી હતી. જ્યાં શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ દ્વારા તેઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ઉમરેઠની સરકારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સામાજિક સેવકો દ્વારા સ્વ.સુરેશભાઈ ભટ્ટની ખાંભી પર પુષ્પાંજલિ અર્પણ કરી બલીદાનને સૌ કોઈએ યાદ કર્યું હતું. આ સમયે હરિવદનભાઈ ભટ્ટ, ઉમરેઠ પાલિકાના સભ્ય ભદ્રેશભાઈ વ્યાસ, પરેશભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ પરમાર (સા.સેવક), ગુજરાતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.

X
ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશ ભટ્ટને પુષ્પાંજલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App