તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠમાં અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતરત્ન, બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના નિધનથી વ્યથિત ઉમરેઠ બીજેપી એકમ દવારા સદગત નેતાના માનમાં ઓડબજાર સ્થિત સિનિયર સીટીજન હોલ ખાતે શ્રદ્ધાસુમન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને તેમની યાદમાં ઉમરેઠના રામતળાવ બ્યુટીફીકેશનને ‘અટલ ઉધાન’ નામ અપાયું હતું,

દેશના અજાત શત્રુ સ્વ.અટલ બિહારી વાજપાઈના જીવનચરિત્ર વિષે મહાનુભાવોએ માહિતી આપી હતી ત્યારબાદ રાષ્ટ્ર ભાવનાના પ્રણેતા સ્વ.અટલજીને હંમેશને માટે સ્મૃતિમય બનાવવા ઉમરેઠના રામતળાવ બ્યુટીફીકેશન ને ‘’અટલ ઉધાન ‘ નામ આપવામાં આવ્યું હતું,અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહાન આત્માની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય લાલસિંહ વડોદીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, ઉમરેઠ શહેર ભાજપ સંગઠન પ્રભારી જયંતીભાઈ રાણા, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન પટેલ, ઉપપ્રમુખ કનુભાઈ શાહ, ઉમરેઠ શહેર ભા.જ.પ પ્રમુખ સુજલ શાહ તેમજ મંત્રી પ્રકાશભાઈ પટેલ, તેમજ ચીફઓફીસર ભાવનાબેન સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...